ઝાકળ બિંદુ
ઝાકળ બિંદુ
1 min
26.4K
પર્ણથી છૂટું થવા મથતું,
એ ઝાંકળનું ટીપું.
શું પોતનું અસ્તિત્વ ગુમાવશે ?
કે ગુમાન કરીને
ગુમનામ થઈ જશે !
કે મળી જશે માટીમાં,
શું વિચાર હશે એમનો ?
કે સૂર્યના તાપથી
ગુમાવશે પોતનું
અસ્તિત્વ ?
શું હશે એના દિલમાં !
શું ધબકાર એના;
આ સલીલ સાંભળી શકશે ?
આખરે ઝાકળનું અસ્તિત્વ
કેટલી ક્ષણ ! શ્યામા
ચિરકાળ યાદ રહી શકે ?
