જગદીશ્વર
જગદીશ્વર
1 min
214
શિવ ! શિવ તૂ જ જગત તારણહાર,
શિવ ! શિવ !તૂ એક જ જગદિશ્વર !
જીવને એક જ તારો બસ આધાર,
હર સંકટઘડી કરતો તૂ કૃપા અપાર !
તૂ લાવ્યો ગંગાને શિર પર ધરી ગંગાધર,
તૂ જ ગળામાં નાગ ધરી થયો રે ફણીધર !
છું એટલે તૂ મહાદેવ !કામ છે તારાં છે મહા,
જગ કાજે એક તૂ જ પી શકે વિષ વિષધર !
કાન્તાસુતની માનો તૂ માનીતો હતો મહેશ્વર,
મા વતી કરું છું વંદન આજ ઓ ભોળા શંકર !
શિવ !શિવ તૂ જ જગત તારણહાર,
શિવ !શિવ તૂ એક જ જગદીશ્વર !
