જગદીશ
જગદીશ
1 min
26.3K
સૌ બની બેઠા દુખીયાના જ બેલી
કોણ ખખડાવે હ્રદયની, આમ ડેલી
લાગણીઓ પણ થવા લાગી છે કોરી
કોઇ તો વરસાવજો ત્યાં આજ હેલી
ચોપડા લાવ્યા છે ચિત્રગુપ્ત ને યમ
ભૂલ જાણી આજ એકસો આઠ મેલી
ઢાલ રૂપે બાંધવાના છે કરમને
કાઢવાની ક્યાં જરુર છે કોઇ રેલી
જાળ છે માયા ભણેલી આ 'જગત'ની
ચાલવાની, ક્યાંક પહેલી ક્યાંક વહેલી
