જેવી છે
જેવી છે
1 min
13.3K
ઉડે વાત તો વાયરા જેવી છે,
ખુંચે આંખમાં એ કણા જેવી છે !
નથી લાગતુ વળગતુ છતા પણ,
ચોરે ઘુંટાતા અમલ જેવીજ છે.
ટીંચાઈ એરણે થઈ ધારદાર હવે,
લાગે જાણે કોઈ આકાર જેવી છે.
થય મેલી ફરી ફરી ને હાથોહાથ..
લાગે કોઈ ફાટેલી ચાદર જેવી છે.
વળશે ખુંદી જો ન બચાવી શકો,
આબરૂ જાણે ગામના પાદર જેવી છે.
