જાત મારી કોતરી છે
જાત મારી કોતરી છે
1 min
27.8K
મેં લહુથી એમની આખી છબીને ચીતરી છે,
એ છબી જોવા નભેથી હૂર નીચે ઊતરી છે.
બાગમાં ભમરા ધમાચકડી મચાવે છે સતત ને,
પુષ્પની નાની કળી સોળે કળાએ નીખરી છે.
આ ગઝલ મારી અર્ધાંગિની બની છે એટલે તો,
કાફિયાથી માંગ એની જોઉ આંખી મેં ભરી છે.
મેં જુદાઈની તરસ રાખી વર્ષો સુધી છુપી પણ,
આજ મારી આંખમાંથી અશ્રુ રૂપી નીતરી છે.
કોઈ મારી ભીતરે રડ્યા કરે છે રાત દિવસ,
કોણ છે એ જાણવા મેં જાત મારી કોતરી છે.
શાયરોનો રાફડો 'કૈલાશ' ફાટી નીકળ્યો પણ.
કોઈની 'આસીમ' જેવી ક્યા હવે કંકોતરી છે.
