જાણવા જાઉં છું
જાણવા જાઉં છું
1 min
27.4K
દોષ સઘળાં હવે શોધવા જાઉં છું,
રોજ ભીતર સમય ગાળવા જાઉં છું.
કોણ છે એ હૃદયમાં જ મારા વસે?
બંધ આંખો કરી જાણવા જાઉં છું.
ને ભલે પાંખ મારી નથી તે છતાં,
આભમાં ખગ બની ઊડવાં જાઉં છું.
ને ભરોસો નથી જિંદગીનો મને,
રોજ ક્ષણક્ષણ હવે માણવા જાઉં છું.
પાથરણ કંટકોંની છે જગમાં ભલે,
હામ દિલમાં ભરી ચાલવા જાઉં છું.
