ઇશ્વરની ગનીમત
ઇશ્વરની ગનીમત


ઇશ્વરની ગનીમત મુજ પર વરસે સતત,
આંખડી મારી એના દર્શન કાજ તરસે સતત,
પાપ-પુણ્ય કશું ન જણું હું, કર્મ નિષ્ઠાથી કરું,
પીડા મારી સઘળી જોને ખુદા હરશે સતત,
જીવનભર ભલે માળા ના ફેરવી પ્રભુ મેં તો,
શ્રધ્ધા છે પુરી નજર તારી મુજ પર ઠરશે સતત,
મુજ થકી કોઇને થાય ના દુ:ખ, ધ્યાન રાખું એટલું,
છે વિશ્વાસ ચિંતા મારી સઘળી તું કરશે સતત,
સુખ-દુ:ખ છે તડકો-છાયો ફિકરના રાખતી,
ડર ના છે દર્દનો નસીબનું પાંદડું પણ, ફરશે સતત.