ઈશ્વર તું દયા કર રે
ઈશ્વર તું દયા કર રે


હે ઈશ્વર તું દયા કર રે, છે પાલનહાર તું મારો,
નથી કોઈ સહારો બસ, હવે આધાર તું મારો.
છે સાચું નામ તારું, ના રહ્યું કોઈ હવે મારું,
ને દીઠું હું બધું તુજમાં, ને છે સંસાર તું મારો.
નથી જો આશરો કોઈ, ચરણ તારા મેં પકડ્યા છે,
હું આવુ છું શરણમાં જો, ઉઠાવે ભાર તું મારો.
ન જાણે રૂપ જગનું, ને ચહેરાના ઉપર ચ્હેરો
નિરાકારી જગત લાગે, ને છે આકાર તું મારો.
હું શીખ્યો પાઠ જે ભદ્રા, અજાણ્યો બોધ છે એનો,
છે શીર્ષક જિંદગીનું આ , અને છે સાર તું મારો.