STORYMIRROR

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

હયાતી લપેટાઈ આગમાં

હયાતી લપેટાઈ આગમાં

1 min
22K


હવે જો હું બદલી શકું તો બદલું શરીરના લોહીને

નસે નસમાં ગુલામીના કેફી ભ્રમણે લીધો બાનમાં


અમારાં કોણ દેશી ને કોણ વિદેશી પારખવાં રહયાં

હાવ ભાવ વિચાર વર્તની દુષણે ત્રાટકયાં ઘર ઘાટમાં


નીતિ અતિથિ દેવો ભવની નિર્બળતા કે સજ્જનતા ?

પડકાર્યા ન આપણે એટલે વંઠી બેઠા નીતિ નિયમમાં


વાંધો જરાયે નહોતો દૂધમાં સાકર જેમ ભળ્યા હોતે

ઘર ગોઠે કરી પ્રસર્યા મૂળે ‘ઘા’ કરી પૂરાં જન પ્રદેશમાં


વસુધૈવ કુટુંબ કમ સંપ ત્યાં જમ્પ નીતિ મુકાઈ ભયમાં

એકના અનેક થૈ રંજાડે હયાતી નીતિ લપેટાઈ આગમાં


શિયાળવું સિંહ ને પડકારે વનરાજી ખાટે વિદેશીઓ

ભારો સંપનો છૂટો કરી વેર્યો પ્રદેશે અહીં દ્વંદ્વ યુદ્ધમાં


વિધર્મી છિનાળવી વૃત્તિએ લૈ વિધાન સફેદ ડગલે શોભે

શબાબ શરાબ લૈ વિદેશી ધર્મ પીરસે સત્ય ચડ્યું ચકરાવે


કાનૂની કવચ લૈ માણસાઈ પડકારે બનાવી બિચારું સંવિધાન

ન્યાય મંદિરને ગાંઠે નહિ ઘર કરી ગયેલ વિદેશીઓની વણજાર


Rate this content
Log in