STORYMIRROR

JEEL TRIVEDI

Drama Tragedy

4.5  

JEEL TRIVEDI

Drama Tragedy

હવે શું ?

હવે શું ?

1 min
571


આજે ફરી બાળપણમાં જવાનું મન થયું,

હવે શું ? આંખના પલકારામાં વીતી ગયું.


જે રમકડામાં વસતી દુનિયા અમારી,

ગણતરીના દિવસોમાં તો પસાર થઈ ગયું.

રમકડાંનો એ રસોડાના વાસણનો સેટ

હવે શું? એ તો શોકેસમાં ગોઠવાઈ ગયું.


બધાના લાડ અને બધાના સ્નેહ 

સમય સાથે બદલાતા ગયા.

આજની આ વ્યસ્ત જિંદગીનું

હવે શું? ઘડિયાળના કાંટે ગોઠવાઈ ગયું.


ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં

માણસ માણસથી વિમુખ થતો ગયો,

એન્ડ્રોઇડ ફોન અને ઇમેઇલનું

હવે શું? સબંધોની સાચી ખુશી એ છીનવી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama