હવે શું
હવે શું
1 min
196
આમ પાણી વહી ગયું હવે શું,
હવે પાળ બાંધવાથી ફાયદો શું,
ભૂલો કરી વાત વાળો હવે શું,
સમજે છે સૌ પણ હવે બોલે શું,
જુઠ્ઠું બોલી વાત ફેરવો હવે શું,
સચ્ચાઈ જાણીને મૌન રહેવું શું,
ભાવના જાણીને દુભાવે એનું શું,
એક પછી એક ભૂલ થાય એનું શું,
માનો તો ઈશ્વર બધું જુએ છે,
એટલો પણ ડર રાખો તોયે શું,
વાત વાળવા કરો પ્રયત્ન હવે શું,
ખોટાં દંભથી ખુશ થાય કોઈ શું,
આમ ખોટી વાહ વાહ કરો હવે શું,
એ વાહથી કોઈ રાજી થાયે શું.
