STORYMIRROR

Dr. Ranjan Joshi

Others

3.0  

Dr. Ranjan Joshi

Others

હું

હું

1 min
27.1K


શંખ હું, હું સુદર્શન, હું પિનાક 

સત્યના શરનો તો હું ટંકાર છું.

ક્રૂર અર્ણવના મહાતોફાનમાં 

એકલી વમળે ચડેલી નાવ છું.

સજ્જનોને પીડતા સૌ દુર્જનો

સાથે થતો સત્ય એ વ્યવહાર છું.

હું જ પ્રયત્ન, હું જ ડગલા, હું જ આ

મંઝિલની અનારત રફતાર છું.

લાગણી, મમતા, વિરહ ને પ્રેમની 

મૂર્તિમાંના પ્રાણનો સંચાર છું.

કૃષ્ણની બંસી, નુપૂર રાધા તણું

સ્નેહના ઝાંઝરનો હું ઝણકાર છું.

ચલ-અચલ જીવનના કેટલાં સૂરો

થી થતાં આ રાગનો રણકાર છું.

જીવતરના છેલ્લા આ દાવમાં 'રંજન'

દોડતાં જો શ્વાસનો ધબકાર છું.

        


Rate this content
Log in