હું તમને વિનવું
હું તમને વિનવું
1 min
208
હું તમને વિનવું ચેહર મોરી માતા,
અમારે તારાં વિના કોઈ નથી માતા,
અવગુણો અમારાં માફ કરજો માતા,
ચોખ્ખાં કરીને પાલવમાં લેજો માતા,
આવડે નહીં અમને મંત્ર ને તંત્ર રે માતા,
ચેહર,ચેહર રટીએ સાંભળજે હો માતા,
મોહ માયાનાં પડળમાંથી નીકાળજે મા,
આંગળી ઝાલીને ભવપાર ઉતારજો મા,
બોલ્યું ચાલ્યું અમારું માફ કરજો મા,
ગાંડા ઘેલા અમે બાળકો છીએ તારાં મા.
