હું તારાથી વધુ કાંઈ અપેક્ષા તો
હું તારાથી વધુ કાંઈ અપેક્ષા તો
1 min
208
હું તારાથી વધુ કાંઈ અપેક્ષા તો નથી કરતો,
તું કંઈ આપે ન આપે હું ઉપેક્ષા તો નથી કરતો,
કરી છે હર ઘડી મારી કસોટી ફાવે તેમ તેં
હું ક્યારેય પણ ખુદા તારી પરીક્ષા તો નથી કરતો,
શું આપ્યું ને શું ન આપ્યું એ રહેવા દે બધી વાતો,
બધી આ બાબતોની હું સમીક્ષા તો નથી કરતો,
મને તારાથી જે રાહત મળી તે એટલી જ ખુદા,
કરું ગુના છતાં પણ કોઈ શિક્ષા તો નથી કરતો,
કહું છું ક્યાં કયામત લગ રાહ જોતો રહે મારી,
હું પણ 'સંગત' કયામત લગ પ્રતીક્ષા તો નથી કરતો.
