હું શિક્ષક
હું શિક્ષક
1 min
208
હું શિક્ષક, હું શિક્ષક, હું શિક્ષક છું
આ ભારત દેશનો,
વિદ્યાર્થીઓને શીખવનાર હું શિક્ષક છું આ દેશનો.
રોજ સવારે સ્કૂલમાં જાતો,
વિદ્યાર્થીઓ ને પાઠ ભણાવતો.
ભણતરનાં પાઠ ભણાવતો,
વિદ્યાર્થીઓની આવડત જોઈ
હું રાજી રાજી થાતો.
હું શિક્ષક...
ના ટાઢ તડકાને કદી ગણતો,
વરસાદ આવે તો પણ દોડતો.
મારાં વિદ્યાર્થીઓનાં ભવિષ્યની ચિંતા
એ માટે હું દોડતો..
હું શિક્ષક..
જ્ઞાન સાથે ગમ્મત કરી ભણાવતો,
ભણતર સાથે ગણતર આપતો.
વિદ્યાર્થીઓની તરક્કી જોતો
ત્યારે હું તો રાજી રાજી થાતો.
હું શિક્ષક.
