હું છું સ્ત્રી
હું છું સ્ત્રી
1 min
551
માનો તો ભક્તિ સંકટે શક્તિ છું હું,
મર્યાદા થકી લાજવંતી છું હું,
પુરુષ સમોવડી પણ સ્ત્રીત્વ જાળવી જાણું છું હું
લાગણીના તાંતણે ગૂંથતી રેશમની દોરી છું હું,
ને પારખો તો થનગનતી નથી છું હું,
આંખે દેખ્યું સ્વપ્ન સાકાર કરી જાણું છું હું,
સ્ત્રી થઈ સ્ત્રીને શબ્દોથી કેમ કરી વર્ણવું હું?
સૃષ્ટિસર્જનના મૂળમાં સમાઉં છું હું.