હું છુ રાધિકા તારી
હું છુ રાધિકા તારી
1 min
362
આવી છુ પાસે શ્યામ તારી,
પરત જવાનું વિચારતી નથી.
આંગળી પકડી છે મેં તારી,
મુકવાનું મન થતું નથી.
અમી ભરેલ નજર છે તારી,
નજર હું ફેરવી શકતી નથી.
હ્દય ભીતર છબી છે તારી,
પળ ભર દૂર કરી શકતી નથી.
પ્રિત બાંધી છે મેં સંગ તારી,
કદી તોડી શકુ તેમ નથી.
તરસ લાગી છે મુજને તારી,
તરસી રહી શકતી નથી.
વૃજ વિહાર કર્યો સંગ તારી,
તેને હું ભૂલી શકતી નથી.
મધુર તાનોં વાગે છે તારી,
સાંભળ્યા વગર રહેવાતું નથી.
"મુરલી" હું છું રાધિકા તારી,
તારાથી દૂર રહી શકતી નથી.
