હું અને તું
હું અને તું
1 min
229
હું પામાર જીવ છું,
તું જગતજનની છે,
હું કાળાં માથાની માનવી છું,
તું સચરાચર માં વસનારી દેવી છે,
હું શોધું તને મંદિરમાં માવડી,
તું બેઠી છે મન મંદિરમાં,
હું પોકારુ ભાવના ભર્યા સાદે,
તું આવે વ્હારે વાયુવેગે માવડી,
હું તને જ મારી દુનિયા સમજું મા,
તું દરેક ભક્તોની મમતાળુ મા છો,
હું અને તું, એક ભક્ત મા નો નાતો છે,
હું અને તું હૃદય અને ધબકારનો નાતો છે.
