હું અને મારો પ્રેમ
હું અને મારો પ્રેમ
7 mins
26.5K
સૂર્યના તાપથી અવની તપી રહી હતી,
જ્વાળાઓ તનને ધીમેથી બાળી રહી હતી.
અષાઢી બપોરેની વાદળી ચડી રહી હતી,
ધીમે ધીમે માટીની સુગન્ધ આવી રહી હતી.
ગગને પ્રેમરથમાં પરી જઇ રહી હતી,
વિશ્વાસની જરમર વરસાવી રહી હતી.
વ્હાલની ફસલ ખેતરે ધીમી વાવી રહી હતી,
લાગણીની ફસલ ખેતરે ઊગી રહી હતી.
દોસ્તીની ફસલની ભરોસે માવજત કરી રહી હતી,
પ્રેમના પાકને દિલથી એ પરી લણી રહી હતી.
હું અને મારો પ્રેમ,
બસ આમને જ જોઇ રહ્યા હતા.
