હું આવીશ
હું આવીશ
1 min
14.1K
કહ્યા વગર જતા રહ્યા પછી,
સપનામાં આવાનો અધિકાર નથી,
આવવુજ હોય તો પ્રત્યક્ષ આવ,
આવા ખોટા દિલાસા સ્વીકાર નથી,
હજુય હું એજ શૌર્ય છું મા,
એમાં રજ સરીખો ફેરફાર નથી,
સંતાન કરતા સ્વર્ગ વાહલુ હશે,
હું દીકરો હજુય તારો, નિરાકાર નથી,
કંઈક તો છુપાયું છે તે મારાથી નક્કી,
જાણવા આવીશ, કોઈ રસ્તો ભેકાર નથી.
