હથેળી
હથેળી
1 min
388
ખીલ્યું છે નભ હથેળીમાં,
રેલાયા છે રંગ હથેળીમાં,
ટપકે છે ટેરવાં; મુઠ્ઠી છે બંધ,
સંધ્યા છે વિહવળ, હથેળીમાં,
મલકે છે નિશા; ટમકે છે તારલા,
શોધું છું ચંદ્રને હથેળીમાં,
ઢાળ્યા છે ઢોલિયા,
સંજોવું છું શોણલા હથેળીમાં,
આવી છે સ્વપ્ન સુંદરી,
પૂરે છે રંગોળી હથેળીમાં.
