હૃદયની વેદના
હૃદયની વેદના
1 min
189
અનેક ઈચ્છાઓ વેદના બની તરફડે છે,
એવી હૃદયની વેદનાઓ ટળવળે છે,
રાતભર હૃદયમાં વ્યથાઓ તરફડે છે,
સૂર્ય દેખી ચહેરા પર મહોરાં લગાવે છે,
ભાવના આ ડામની વેદનાઓ છૂપાવે છે,
છતાં હૃદયની વેદના ઘડી ઘડી ઉપસે છે,
દીવો બનીને લાજ રાખવા પ્રયત્ન કરે છે
છતાં હૃદયનાં ધબકારા સંગે ઝળહળે છે,
દૂધનો દાઝ્યો છાશ પીતાં પણ ડરે છે,
આમ હૃદયની વેદનાઓ સળવળે છે.
