Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

હોય મનની ચાહના

હોય મનની ચાહના

1 min
282

હોય મનની ચાહના તરસ છૂપાવવાની ને મૃગજળ મળે,
ને રાહ રણની પકડો તો અચાનક દરિયાના વમળ મળે !

ન કરશો અવમૂલ્ય કદી નજરથી બુરી દેખાતી હર ચીજનું,
અચાનક મોસમ બદલે ને કાદવમાં ખીલેલા કમળ મળે !

હોતો નથી કદી એ જેવો દેખાય એવો બહારથી શાંત આદમી,
છંછેડો જરાક લાગણીને ભીતર ભભૂકતું લાવાનું જળ મળે !

નગર આખું એક રમત રમી રહ્યું સભ્યતાનો ઓઢી ચહેરો,
ને વનમાં લીલી નિર્દોષતા વચ્ચે એકાદ વસ્તી સરળ મળે !

ચાહના તો હોય છે હર કોઈની અલગ જ નિયતિથી અલગ,
કરે કર્મ અલગ ને સૌ કોઈને એનું અલગ અલગ ફળ મળે !

એક 'પરમ' ચાહના જન્મો જન્મોથી પંપાળી રહ્યો માંહ્યલો મારો,
તને જોઈને 'પાગલ' થાઉં પળ પળ ને આ જીવને કળ વળે !

Rate this content
Log in