STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

હોળીના રંગમાં

હોળીના રંગમાં

1 min
49

હોળીના રંગમાં….રમેશ પટેલ(આકાશદીપ)

 

રંગજો….રંગજો રે….હોળીના રંગમાં

ઝૂમજો…ઝૂમજો રે….હોળીના રંગમાં

 

ફાગણના ફાગ છે

ટહુકાના રાગ  છે

ઝીલજો…ઝીલજો રે… કુદરતનાં ગાન.. હોળીના રંગમાં

 

વાસંતી વાંસલડી

નાચંત સાહેલડી

છેડજો….છેડજો…રે… પાવાના સૂર…હોળીના રંગમાં

 

મીઠા વગડાના વ્હાલ

ભેરુ  ઊડાડો  ગુલાલ

વગાડો… વગાડો.. રે… ઢમઢમ ઢોલ…હોળીના રંગમાં

 

ધાણી  ખજૂર  છે

સ્નેહના શકુન છે

નાચજો…નાચજો…રે …ભૂલીને ભાન…હોળીના રંગમાં

 

તમે  કેસૂડાના રંગ

ઝૂમે જગનો ઉમંગ

રંગજો…રંગજો..રે..ભરી વસંત દરબાર…હોળીના રંગમાં

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન