હળવાશ ૩૮
હળવાશ ૩૮

1 min

23.2K
ધોમ ધખતા તાપને ભીનાશની પીડા હશે,
પાનખરનાં પર્ણને લીલાશની પીડા હશે.
છે તહોમત દ્વારને ઓજલ વિશેની એ છતાં,
બંધ રે ' તાં ઓરડે આકાશની પીડા હશે.
દૂરથી લૈલા અને મઝનું સમાં દેખાય પણ,
કૈક સગપણમાં હજી કડવાશની પીડા હશે.
આમતો દોડ્યા કરે મનખો અનેકે કર્મ લઇ,
જીવના અસ્તાચળે નવરાશની પીડા હશે.
આ કિનારો રોજ કરશે મીઠડી વાતો ભલે,
પણ સમંદરમાં બધે ખારાશની પીડા હશે.
શ્વાસ ખૂંટયાની બને ઘટના અચાનક દેહમાં,
એ પછી આ લાશને 'હળવાશ'ની પીડા હશ