હઝલ:નથી કરવી
હઝલ:નથી કરવી
1 min
13.8K
થઈ ગઈ તું હવે ડોસી, મગજમારી નથી કરવી.
ગળે વળગી તને વ્હાલી, ચુમીપ્યારી નથી કરવી.
લઈ આવે ઝભ્ભો મારો હું માંગુ છું બુશટ જયારે,
હવે સાથે ફિલમ જોવા, તરફદારી નથી કરવી.
સખ્ત ગરમી પડે તેમાંય, એ.સી.માં તું ઠીઠુરતી,
મસૂરીની ટિકિટ રદ, કોઈ તૈયારી નથી કરવી.
ચમચમાં લાવતી મીઠું, કહું લઇ આવજે મોરસ,
ભરી ચુસ્કી ફિકી, ચા સાથ તું તારી નથી કરવી.
અચાનક થાય સાધવી ને પછી રૂપ જોગમાયાનું
જવા દે વાત, બોખી સંગ સહિયારી નથી કરવી.
