હઝલ ખબર એટલી નથી?
હઝલ ખબર એટલી નથી?
1 min
6.5K
ઊઠો પડી સવાર, ખબર એટલી નથી?
આજે તો છે પગાર, ખબર એટલી નથી?
ના-ના નથી અવાજ આ બીજા કશાય નો
ખાધો મેં ઓડકાર, ખબર એટલી નથી?
દોડી ગયો ડફોળ ને તોડ્યા છે હાથ પગ
માન્યો નહીં ધરાર, ખબર એટલી નથી?
વારો છે આજ શાકનો પૂરો થશે નહીં
બાળી દીધો વઘાર, ખબર એટલી નથી?
શાને એ વાયડાઇ કરે આટલી બધી?
ખાધો હશે ગુવાર, ખબર એટલી નથી?
ઝાટકાઓ ખાઉં છું તને લાગી રહ્યા હશે
છું ઊંટ પર સવાર, ખબર એટલી નથી?
પાછી લખી છે એક હઝલ સાત શેરની
"જિજ્ઞા" નથી ગમાર, ખબર એટલી નથી?