STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

હિમ લહરમાં

હિમ લહરમાં

1 min
14

અરે ! છૂપાઈ ક્યાં તમ પ્રખરતા દેવ સવિતા ! 

ધરા શોધે ઉષ્મા, તમ વિણ નભે ખેદ પ્રસરે. 

કસોટી ભારે આ, ઋતુ બદલતી નિત્ય ધરતી ! 

સરે નીચે ઉષ્મા, હિમલહરમાં, કાય થથરે,

 

છવાયા માર્ગો આ, બરફ ઢગલે, સ્તબ્ધ દુનિયા

હિમે છાયી પૃથ્વી, ધવલ પટને, વૃક્ષ ધવલાં-

થયાં કેદી સર્વે, વીજ પણ રુઠે, પંગુ સરિખા 

ઠરે ધીરે ધીરે, સરવર બધાં, પાક સઘળાં,


“પહાડો શા દીસે ‘પશુપતિ સમાધિસ્તસમ” હા !”

કરી દેતાં આંખો સજળ, અવ શી ધન્ય વસુધા !

હવે જ્યારે વ્હેશે વિમલ જલ, આ સૂર્ય તપતાં, 

લહેરાશે વાડી, શતશત રૂપે ધૈર્ય ધરતાં !

મહા શક્તિઓથી, ચતુર પ્રભુ તું, શ્રેય સજતો

ખુશી પામી હૈયે, ગગન ભરશું, ક્ષેમ ધરજો.


Rate this content
Log in