હેવાનિયત
હેવાનિયત
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
એકની હેવાનિયતને કારણે આખો દેશ શરમાતો હતો,
અન્નદાતાઓ પર પણ આજે શકનું આવરણ ચઢ્યું હતું.
મંદિરનું દ્વાર પણ દાન લેતાં પહેલાં સેનેટાઈઝર કરતો હતો,
દાતાઓનું પણ ટેસ્ટીગ પછી દાન સ્વીકારાતું હતું કાયરતાનું.
એકની હેવાનિયતને કારણે આખો દેશ શરમાતો હતો.
પ્રદર્શન કરીને બતાવ્યો ફરીથી પરચો કળિયુગનો,
"ભરોસો" શબ્દ પણ આજે પોતાનાથી ડરતો હતો,
એકની હેવાનિયતને કારણે આખો દેશ શરમાતો હતો.
વાવાઝોડાના બહાને બહાને રાષ્ટ્રીય ધ્વજ પણ,
અડધી કાઠીએ લટકીને "રાષ્ટ્રીય શોક" વ્યક્ત કરતો હતો,
એકની હેવાનિયતને કારણે આખો દેશ શરમાતો હતો.
માનવતા પણ આજે માનવથી મોઢું છુપાવતી હતી,
કોરોનાના બહાને બહાને માસ્કમાંમો સંતાડતી હતી,
એકની હેવાનિયતને કારણે આખો દેશ શરમાતો હતો.
"અહિંસા પરમો ધર્મ"નો સંદેશ પણ આજે સંદેહ પામ્યો તો,
"ગુમ થયો છું"ની જાહેરાત સાથે ન્યુઝ પેપમાં દેખાયો હતો,
એકની હેવાનિયતને કારણે આખો દેશ શરમાતો હતો.