હેપ્પી બર્થડે સૌમ્ય
હેપ્પી બર્થડે સૌમ્ય

1 min

1.0K
કહેવાય છે કે પુત્ર જ્યારે યુવાન થાય છે,
પિતાનો જીવનભરનો, મિત્ર બની જાય છે.
એવું તો નથી કે તેં જે માંગ્યું, બધું આપ્યું છે,
પણ અવસરનું ખુલ્લું આભ તો આપ્યું છે.
શિખરો સર કરવાને પાંખો તો આપી જ છે,
પણ તાકાત અને કુનેહથી, ઉડવાનું તારે છે,
વધવું કેટલું આગળ, એની ક્યાં કોઈ હદ છે,
નક્કી એ કરવાનું, જીવનમાં અટકવું ક્યાં છે.
ન કરજે કઈ એવું કે શરમથી માથું ઝૂકે,
બસ, રાખજે યાદ એટલું, કે તું કોણ છે.
સાથે ન હોય સદા નિપુર્ણ, એવું શક્ય છે સાંભળજે આત્માને,તું ખુદજ તારો ઇશ્વર છે.