હેપી રાંધણ છઠ્ઠ
હેપી રાંધણ છઠ્ઠ
1 min
188
આજે આવ્યો રાંધણ છઠ્ઠનો દિન રે
ઘરે ઘરે તાવડી મૂકાય રે;
નિતનવા વ્યંજનો બનાવાય રે.
ક્યાંક ઢેબરાં, તો ક્યાંક વડા,
ક્યાંક પુરીઓ તળાય જુઓ રે;
હરખે હૈયે રસોઈ બને રે.
ક્યાંક હાંડવો, તો ક્યાંક મુઠીયા,
ક્યાંક દહીંવડા બનતાં રે;
સાથે કુલેરનો લાડુ, સુખડી બને રે.
ભાવના ભાવથી વાનગીઓ બને,
શીતળા માતાને ધરાવવા માટે;
ચાખ્યા વગર ડબ્બામાં ભરે રે.
ક્યાંક બને સૂકાં શાકભાજી રે,
તો ક્યાંક ભજીયા બને રે;
જેને જેવું ભાવે એ બનાવે રે.
રાંધણ છઠ્ઠે રસોડું ધમધમે રે,
ઘરમાં સુગંધ પ્રસરી જાય રે;
રાંધણ છઠ્ઠ એક લ્હાવો છે રે.
