STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

હે પાનખર !

હે પાનખર !

1 min
507

ફલપ્રદ મધુર ઝાકળ તણી મોસમ ખીલી 

નિકટ સખા દિવાકર દુર્બળ આંચળે લઈ 

તવ મિત્ર સંગાથે ઝીલી બોજ દુવા દઈ 

ઝરે ફલ પુષ્પ વેલીઓ વીંટળાઈ છત્ર સી 

નમે છે કુટિર તરૂ ઝીલી ભાર અંગુર હવે 

ભરે ફલ મંહી ગર્ભ ઝાઝો મધુર ઠાંસી ઠાંસી 

ફૂલે તુંબ મસમોટું રસ ઝરે દાડમ દાણે 

પથ કાપવાં લાંબો હજી મધ વહે ફોતરે 

ખીલ્યાં પુષ્પ પુરજોશમાં મધુમક્ષિકા વને 

ને વળી ગ્રીષ્મ એમ ક્યાં હાર માનવાનો હતો ?

ભરી ભીનાશ કોરે ઝરે સત્વ સંચરવા થકી ! 


મીઠાં મબલખ ભર્યા ભંડાર ઋતુ રાણી કુખે 

સૈર કરતાં બ્રહ્માંડે જન જન સૌ કોઈ દીઠાં 

મસ્તી ભરી દેવી અન્ન ભંડાર છલકાઈ બેઠાં 

કોમળ કેશ વિખરાયા શીત લહરે શીષ ઉપરે 

સૂતાં જાણે લણ્યા પાક ચાસે પૂર્યો સેંથો લલાટે 

ચડ્યાં ઘેને ખસખસ પુષ્પ સૂંઘી લણ્યા ખેતે 

બચ્યાં તેને વળી વંદી ખેર્યાં ખપારી હાથ લઈને 

વિણ્યાં હેતે બીજ ધર્યા તવ શીષ અંગ ઉપરે 

ચાલ્યાં ધીરે મંઝિલ ભણી સર્યા સરવર તટે 

ભર્યા રસથાળ મોટાં સમે ધીર ગંભીર બની 

પ્રેમે નીરખ્યાં પળપળ તવ રંગ માતૃ રૂપે,


વસંત સંગીત યાદે તલપતાં, અરે ક્યાં છે ?

હે પાનખર ! તારાં સૂર તાલમાં ક્યાં કમી છે ?

રિક્ત બાદલ રીઝ્યાં ઢળતાં દિવસ ઉપરે 

ઠૂંઠાં રંગ્યાં ગુલાબી રંગે મન ભરી તેં ખેતરે 

ઉદાસ દિલે ભમરાં ગુંજતાં રુદન વિલાપે 

જઈ બેઠાં સરિતા તટે ઉભરતાં વાંસ ઉપરે 

ચડ્યાં પડ્યાં લહર સંગે સૌ સખા ભાવે 

હટ્ટાકટ્ટા ગીદરડા ડુંગરે બેં બેં કરે વાડમાં 

તીણા સૂર તમરાં તણા હવે અતિ મૃદુ ભાસે 

કુંજન કરે ગુંજન મધુરું મસ્તીથી બાગમાં 

ટોળે વળી ઊડે આકાશમાં અનંતને આંબવા.


Rate this content
Log in