હાથના રંગો
હાથના રંગો


હાથમાં રંગો ભરીને જિંદગી રંગાય છે,
લાલ, પીળા ગુલાબી રંગ જો દેખાય છે.
લાગશે હોળી, ધુળેટીના સમો તહેવારને,
હર્ષને આડે અનેકે દર્દ પણ બંધાય છે.
સ્નેહના સહવાસમાં શબ્દો અનેકે હોય ને,
રંગ સૌ ભેગા મળીને એકમેક થઈ જાય છે.
રંગથી રંગી દીધા છે આજ સૌ સ્મરણો અને,
વહેમ ને શંકા બધું પળભર મહી અટવાય છે.
ભેદભાવો પણ બધા શ્રદ્ધા મહી ઘોળાયને,
રંગમાંથી રંગને જીવન હવે સમજાય છે.