STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Children

3  

Vrajlal Sapovadia

Children Stories Comedy Children

હાથ પગ

હાથ પગ

1 min
44

આવ પાણા પગ ઉપર પડ એટલે ?

હાથ પગની આ સૂણો વાત 

એનો ઘરમાં ટાંટિયો ટકતો જ નહીં 

ટાંટીયાની કઢી થઈ ગઈ એટલું રખડ્યો,


ને પછી પગ કુંડાળામાં પડી ગયો 

એને એમ કે ડાબા હાથની વાત જમણાને ખબર નહીં પડે 

પગ લપસ્યો ને બૈરાંની બુદ્ધિ પગની પાનીએ વાત ખોટી નીકળી 

પેલીએ અંગૂઠો બતાવી દીધો,


પૈસા તો ડાબા હાથનો મેલ માની વાપર્યા 

ડાબા હાથનો ખેલ લાગતી વાત વણસી ગઈ 

હવે દોરી સાહેબના હાથમાં હતી 

અવળા હાથની અડબોથ પડી,


પછી તો જેના હાથમાં તેના મોંમા 

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી

સિપાહીને તો બેઉ હાથમાં લાડવા 

જેના હાથમાં તેના મોંમા,


અમલદારને તો ઝાઝા હાથ રળિયામણા 

બિચારાને હાથનાં કર્યા હૈયે વાગ્યાં 

કોલસાની દલાલીમાં હાથ કાળા થાય જ 

એના કરતા અપના હાથ જગન્નાથ,


પારકાં પેટમાં પેસીને પગ પહોળા કરે તે આનું નામ 

પારકે પગે જાત્રા ના થાય 

પાણા પડ્યાં પગ ઉપર 

હાથ પગની સૂણી આ વાત? 


Rate this content
Log in