Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હારેહારે

હારેહારે

1 min
383


સુખદુઃખ આવે કદી મુજ દ્વારે, હરિવર રહેજો હારેહારે,

માયા, મમતા તણા આચારે, હરિવર રહેજો હારેહારે,


આશા બની જઈ વિકરાળને સામ્રાજ્ય એનું વધારતી,

શોક સંતાપ ના હો વ્યવહારે, હરિવર રહેજો હારેહારે,


ષડરિપુ જોર જમાવતાને, સત્વ આચારનું હરનારા એ,

ઊઠતા અહમ ના એ ઉચ્ચારે, હરિવર રહેજો હારેહારે,


શરણાગતિ પ્રભુજી તમારી કેમ થાય પછી હાર મારી ?

આચ્છાદિત અંતર આધારે, હરિવર રહેજો હારેહારે,


સર્વસ્વ છો મારે તમે હરિ, સર્વ સમર્પણ મેં તમને કીધું,

ગ્રહી મુજ બાવડી જે ઉગારે, હરિવર રહેજો હારેહારે.


Rate this content
Log in