હાલો જઈએ રે કુંભને મેળે
હાલો જઈએ રે કુંભને મેળે
1 min
42
હાલો જઈએ રે કુંભના મેળે…
કીધું મહા સમુદ્ર મંથન
અમૃત કુંભનાં દર્શન
હાલો જઈએ રે કુંભના મેળે
અમૃત કુંભ છલકે રે
દર્શન કરીએ સંગમ તીર્થે
પ્રયાગરાજ મલકે રે
મેષ વૃશ્ચિક સંગાથ
ગુરુ ઘૂમે બ્રહ્માંડ
Advertisement
Advertisement
700; margin: 0px; outline: 0px; padding: 0px; vertical-align: baseline;">ક્ષિપ્રા ગોદાવરી ને ગંગાજી તીરે
અમૃત કુંભ છલકે રે
પ્રયાગરાજ મલકે રે
સાધુ-સંત અખાડા
પંચમ શાહીસ્નાના
હાલો દઈએ ડૂબકી પરમાનંદે
પ્રયાગરાજ મલકે રે
જન સાગર દર્શન વિરાટ
મંગલ છે મહા રે શિવરાત
હાલો ઉતારીએ આરતી ચૈતન્ય તીર્થે
પ્રયાગરાજ મલકે રે
હાલો જઈએ રે કુંભના મેળે
અમૃત કુંભ છલકે રે
રમેશ પટેલ(આકાશદીપ)