ગયો યોગથી દૂર મનવા
ગયો યોગથી દૂર મનવા
1 min
25.4K
ગયો યોગથી દૂર મનવા,
મળ્યો તે જ ભરપૂર મનવા.
બંધન તો હર કોઈ ય બાંધે,
નિભાવતા કોઈ શૂર મનવા.
વહાલ એને વિસર્જનથી,
અખંડ ચૂરે ચૂર મનવા.
શાંત સરોવર ચેતન ધારા,
સમદર ગાંડોતૂર મનવા.
તારે તારે તંતુ તંતુ,
બાજે અનહદ સૂર મનવા.
કાયાના તે વળગણ કાચાં,
આતમ જાગ જરુર મનવા.
બાવન બહારે નોબત 'રશ્મિ',
આઠે પહોર સબૂર મનવા.
