STORYMIRROR

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

ગૂઢ ભાવો પ્રેમના

ગૂઢ ભાવો પ્રેમના

1 min
26.8K


એનોએ શૃંગાર હેતુ હોય છે

પાનખરને ડાળ સ્હેતું હોય છે,

આભ પણ સંધ્યા સલૂણી સાથ એ

વાત આલિંગનની કહેતું હોય છે,

ચાંદ આવ્યો રોશની લઈ આભપણ

ચાંદનીને સાદ દેતું હોય છે,

ગૂઢ ભાવો પ્રેમના ખીલવે અને

મન નદી સાથે જ વ્હેતું હોય છે,

કેસુડાની મ્હેંક લઈને વન હવે

વૈભવોનું સ્થાન લેતું હોય છે.


Rate this content
Log in