ગુરૂપૂર્ણિમા
ગુરૂપૂર્ણિમા
1 min
318
હથેળીમા એક તદ્દન,
નવી જ હસ્તરેખા ઉગેલી,
જ્યારથી એક સાંજ,
મેં તમારી સંગ વીતાવેલી,
જીવનના દરેક દુઃખ દૂર થયા,
તમારા આશિર્વાદ થકી,
વાત દિલથી સાંભળી,
કોડ પૂરા કર્યા દુવાઓ થકી,
આજના આ શુભદિને,
છાબ ભરી શુભેચ્છા મોકલું છું,
લાગણીઓ શબ્દશઃ
વર્ણવવા કોશિશ કરુ છું,
રગેરગમાં વહેતું આ રક્ત,
થયું બેકાબુ, ધસમસતું માવડી,
જ્યારથી રોમેરોમ સ્નેહની,
ભાવના ઉઠેલી માવડી,
આંખોમાં અમી વહેતું સતત,
સ્નેહ કે ખુશીઓની દુવા રહેતી,
આશિર્વાદ સતત વહેતા મુખથી,
બીજાના દુઃખ જોઈ અમી વહેતી.
