STORYMIRROR

Rekha Kachoriya

Inspirational Others

3  

Rekha Kachoriya

Inspirational Others

ગુર્જરવાસી ગુજરાતી

ગુર્જરવાસી ગુજરાતી

1 min
11.5K

ગુણલાં મારી ગુર્જરનાં શું ગાઉં હું મારા મુખેથી

ધન્ય મારી ધરા ગુજરાત ને ધન્ય એની સંસ્કૃતિ

કરતાં વખાણ નવ હું થાકું ને ફૂલે ગજ- ગજ મારી છાતી

છે ગૌરવ મને કે, હું છું એક ગુર્જરવાસી ગુજરાતી...હા ગુજરાતી


વિધ-વિધ બોલીને ભાતીગળ રિવાજો છે અહીંના

તોય મહેકે માનવતા અહીં સૌના હૃદયમાં

દાન સદાવ્રતનો જોટો ન જડે ગુજરાતીનો દુનિયાભરમાં

છે ગૌરવ મને કે, હું છું એક ગુર્જરવાસી ગુજરાતી...હા ગુજરાતી


નવલાં નોરતાંની બોલાય રમઝટ નવરાત્રિમાં

દેશી વેશ ને દેશી છટા વણાયેલા છે સંસ્કારમાં

લોકડાયરા, ભજનો, દુહાઓ ને નરસિંહનાં પ્રભાતિયાં

છે ગૌરવ મને કે, હું છું એક ગુર્જરવાસી ગુજરાતી...હા ગુજરાતી


સાહિત્યનો અમરવારસો સચવાયેલો છે હસ્તપ્રતોમાં

સોનાની દ્વારિકાવાળો મોક્ષ પામ્યો આ ગુર્જર ધરામાં

શૂરવીરોની રણગાથા સમાઈ છે પવિત્ર પાળિયાઓમાં

છે ગૌરવ મને કે, હું છું એક ગુર્જરવાસી ગુજરાતી...હા ગુજરાતી


મા ને માતૃભાષા બેય અહીં દિલથી પૂજાય છે

'જનનીની જોડ સખી નહીં જડે રે'...એમ ગવાય છે

'જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' ..એમ કહેવાય છે

છે ગૌરવ મને કે, હું છું એક ગુર્જરવાસી ગુજરાતી...હા ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational