ગુલાબ - દિન
ગુલાબ - દિન


અમને ગમતું, એ જ તમને ગમતું,
ગમતું એ જ ગુલાબી ગુલાબ,
તમ હસ્તે ચૂંટી અમને દીધું,
પ્રેમપાસનું કામણગારું વ્હાલ.
ઉર કાગળે શબ્દ ટાંકી ‘સ્નેહલ’
રે નયનોમાં ગુલાલ ઘોળ્યો,
લહેરાઈ લજ્જા કોમળ અંગમાં,
ગુલાબ-જળે સ્નેહ વાયરો ચોળ્યો.
ટહુક્યાં ઉપવન વાસંતી મનમાં,
મધુર મલકાટે ગુંજન ગૂંજ્યાં,
શમણે શમણે ઝૂમે શ્રાવણિયો,
હીંચી હિંડોળે પારેવડાં ઊડ્યાં.
ગુલાબ-દિને ચાહતના શરપાવે,
પ્રેમ પંથે અમે ઝૂમ્યાં ખીલ્યાં.(૨)