STORYMIRROR

Purohit Divya

Others

3  

Purohit Divya

Others

ગુજરાતની ગાથા

ગુજરાતની ગાથા

1 min
11.8K

અહી નરસિંહ મીરા, કાગ જો હૈયાત લાગે છે,

અમુલખ આ રતન દુનિયા મહી ગુજરાત લાગે છે.


વસે હર નારમાં સીતાને નરમાં રામ દેખાશે,

વળી રસ રમે કાનો હજી સાક્ષાત લાગે છે.


હશે કોઈ કાઠિયાવાડી ને કોઈ સોરઠી ભાસે,

ભજન ગાતાં હૃદયને મન દિવસને રાત લાગે છે.


અડાલજ, રાણકી ની વાવને નવઘણ કૂવો અહીંયા,

સુદર્શન, ગોમતી, દુધિયા તળાવો ભાત લાગે છે.


એ ગોહિલવાડ, વટપત્રકને એ હાલારની ગાથા,

મહેલ ચાંદા - સૂરજ, પદ્મવિલાસ વિખ્યાત લાગે છે.


વિવિધ ભાતે,વિવિધ જાતે અલૌકિક છે સમય અહીંયા,

કદી મહેમાન થાઓ તો આ સાચી વાત લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન