STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ગરીબી

ગરીબી

1 min
489

અમીરો અમીર થાય છે, ને ગરીબો ગરીબ થાય છે,

કહોને ઈશ આવો કેવો તારો ન્યાય છે ? 


અમીરના બંગલે બળે ઝાઝા દીવા, 

ત્યારે ગરીબી કરતા અંધારે વિવા. 


ગરીબનો દીકરો ભણવામાં હોય સારો, 

તોયે શિક્ષક એને રાખે ન્યારો. 


ધનિકનો પક્ષ કરી ગરીબી ને દે દાબી, 

ગરીબ કી પત્ની એ સૌની ભાભી. 


ગરીબ બિચારો બેસી, અંધારે ખાય છે, 

લાગવગવાળો આજે પાસમાં ગણાય છે. 


હોટલ સિનેમામાં જઈ રૂપિયા ઉડાવતા, 

ગરીબી ને ભાવના આમ જ ટળવળાવતા.



Rate this content
Log in