STORYMIRROR

Arjun Gadhiya

Others

3  

Arjun Gadhiya

Others

ગણપતિ વંદના

ગણપતિ વંદના

1 min
29.1K


હે ગુણપતિ વંદિએ તમોને, દેવ આશિષ આપજો,

હે ગૌરીનંદન રે અમ પર, કૃપા દ્રષ્ટિ ર રાખજો


દેવોમાં રે પ્રથમ પુજનીય, તમે દેવ મહાન છો,

એથી વંદિએ પ્રથમ તમને, વંદન સ્વીકારજો


વિઘ્નને હરનારા રે તમે, દેવ વિઘ્નહર્તા છો,

એથી રે વિનવીએ તમને, વિઘ્ન સઘળાં કાપજો


જ્ઞાનને બુદ્ધિના રે સ્વામી, તમે દેવ ગણેશ છો,

એથી રે સમરિએ તમોને, વરદાન રે આપજો


રિદ્ધિ ને સિદ્ધિના રે સ્વામી, હે વિનાયક તમે છો,

એથી રે નમીએ તમોને, સુખ-શાંતિ રે આપજો


દોષો સઘળાં દૂર કરીને, હે દેવ દયા કરજો,

ભક્ત તમારો જાણીને હે, સ્વામી ક્ષમા કરજો


પ્રાર્થીએ દેવા ગજાનંદ, તમે દર્શન આપજો,

હે દેવ ગુણપતિ “અર્જુન” તણી, વિનંતી સ્વીકારજો



Rate this content
Log in