ગણેશ
ગણેશ
1 min
277
આ સુંદર શોભા ગણેશજીની રે,
ઝાંખી મેં જોયું મુખડું દાદાનું રે,
ભાવના બલિહારી જાઉં રે,
નીરખીને મનડું મોહ્યું રે,
બાળ ગણપતિ લાગે સોહામણા રે,
કોમલ હૈયું ને સુંદર દીસે રે,
લાંબી સૂંઢ ને,
ગોરા ગુલાબી ગાલ રે,
અલૌકિક દાંત બે શોભે રે,
તિલક કેસરનું ભાલ રે,
રત્નજડિત કૂંડળો ઝૂલે રે,
ચાલે ચમકતી ચાલ રે,
વાહન ઉંદર સાથે રે,
ચારેકોર નજર ફરે રે,
કુંદન કંદોરો કેડમાં રે,
ચળક ચળક એ થાય રે,
પહેર્યું પીતાંબર ગણેશજી એ રે,
રેશમી દુપટ્ટો સાથે રે,
