ગંગાજળ
ગંગાજળ
1 min
153
આજની અસંતોષ ભરી જિંદગીની દોડધામમાં,
તૃષ્ણા બધાની અધૂરી રહી જાય છે.
જીવતાં જીવ, ના છિપાઈ શકે એવી,
પ્યાસ લઈને દોડતાં જ રહે છે.
છતાંયે કદી કોઈની તરસ ક્યાં બુઝાઈ છે
અહીં કોઇની આ જીવનમાં ?
મર્યા પછી એટલે જ મૃતદેહ,
ગંગાજળ માંગે છે.