STORYMIRROR

Kaleem Momin

Others

3  

Kaleem Momin

Others

ગંભીર

ગંભીર

1 min
27.6K


બહુ ગંભીર પીડા છે બહુ ગંભીર બાબત છે,

ને સંજોગોના ચીરા છે બહુ ગંભીર બાબત છે.

ગણિતની જેમ આ જીવન ઉકેલાયું નથી કાયમ,

કે સાઇન, કોસ, થીટા છે બહુ ગંભીર બાબત છે.

કે હમણાં બંધ થઇ જાશે પ્રતીતિ થાય છે એવી,

હદય ધબકાર ધીરા છે બહુ ગંભીર બાબત છે.

અમે સાથે છીએ તો પણ અમે સાથે નથી "બેબસ",

હું રાણા છું એ મીરા છે બહુ ગંભીર બાબત છે.


Rate this content
Log in