ગમતું નથી
ગમતું નથી
1 min
24.6K
તારા પ્રેમમાં ભીંજાયો ત્યારથી
વરસાદે ભીંજાવું હવે ગમતું નથી
માંડી ને કહું વાત દિલની
ભીરતે મુંજાવું હવે ગમતું નથી
છોડી દીધા ઠાલા સંબંધો સઘળા
ખોટું ખેંચાવું હવે ગમતું નથી
લાગણીને જરા લગામ લગાવી
અમથું ખર્ચાવું હવે ગમતું નથી
ગલી એમના ઘરની મોકળી ઘણી પણ
અમથા ત્યાં ડોકાવું હવે ગમતું નથી
માણીગર ઘણા આ શહેરમાં તારા
પણ મન લગાવું હવે ગમતું નથી
બળ્યા આજ દી' સુધી એટ-એટલા જગતમાં
પણ 'દીપ' થાવું હવે ગમતું નથી.
