ગઝલ
ગઝલ
1 min
26K
ધર્મમાં ના ગાળવી, જાતમાં ના બાળવી,
પ્રેમના માટે બધી જિંદગાની ખાળવી.
રોગ નાનો કે નકામો કદીના પાળવો,
પ્રેમ નામે એક સાચી બિમારી પાળવી.
એ સજાઓ આપશે, છે મને પાક્કી ખબર,.
ગાલ પર ચુંબન કરી, વ્હાલ કરશે જાળવી.
આપણે નક્કી કર્યું, એમના વે'વારથી,.
જિંદગી ને રોજ એની મજામાં ઢાળવી.
એક સાજણ છે જુદા, જે ખુદાની છે ખુદા,.
એમના થઇ શ્વાસમાં, જિંદગાની ગાળવી
