ગીત છું હું
ગીત છું હું
1 min
264
પ્રિત રચિત તુજ ગીત છું
કુણી લાગણીનું હા ગીત છું,
છમછમ શરણે નાચું ગીત છું
મનમીત જો પોતીકું ગીત છું,
રંગીલું શર્મીલું તુજ ગીત છું
ફૂંકાતી વાંસળીનું ગીત છું,
ગમતું હુંફાળું બસ ગીત છું
વસી પ્રિતડીમાં થૈ ગીત છું,
ઘેલી લજ્જાનું મધુ ગીત છું
ખૂલ્લું બંધ હૈયે વહુ ગીત છું.
